Feed on
Posts
Comments

विद्या धन

न चोर हार्य न च राज हार्य न भात्रुभाज्यं न च भारकारी
व्यंयं क्रुते वर्धत्ये एवं नित्यं विद्यां धनं सर्वं धनं प्रधानं ||

જેને ચોર ચોરી શકતો નથી, જેને રાજા છિનવી શકતો નથી, જેનો ભાઈઓ ભાગ માગી શકતા નથી તથા જેનો કોઈ ભાર નથી, જેનો વ્યય કરવાથી વધારો થાય છે - એવું બસ એક જ ધન છે જે છે વિદ્યાધન. 

મૌલિક સોની

ફુગ્ગાવાળો

એક માણસ હતો, જે મેળા માં ફુગ્ગા વેચી પોતનું ગુજરાન  ચલાવતો હતો. તેની પાસે વિવિધ રંગ ના ફુગ્ગા હતા - લાલ,વાદળિ,લીલા,પીળા. જયારે ધંધો મંદ પડતો ત્યારે તે હિલિયમ ગેસ ભરેલા ફુગ્ગા આકાશ માં છોડતો. જ્યારે બાળકો ફુગ્ગા ને આકાશ માં ઉડતા જોતા ત્યારે તેઓ ફુગ્ગા લેવા ની જિદ કરતા. આથી  ફુગ્ગાવાળા નુ વેચાણ ફરી વધી જતું. આખો દિવસ જ્યારે ધંધો મંદ પડતો ત્યારે તે આવું કરતો.એક દિવસ ફુગ્ગાવાળા ને લાગયુ કે કોઇ તેનુ ખમિસ ખેંચી રહ્યુ હતું.તેથી તેણે પાછળ વળી જોયું ત્યારે નાના બાળકે તેને પુછ્યું, ” જો તમે કાળો ફુગ્ગો છોડો તો શું તે પણ આકાશ માં ઉડશે ? ” ત્યારે  ફુગ્ગાવાળા એ પ્રેમ થી જવાબ આપ્યો. ” બેટા,  ફુગ્ગા નો રંગ નહિ પણ તેની અંદર નો વાયુ તેને ઉડવાની ક્ષમતા આપે છે.”

સારાંશ - માણસ નો બાહ્ય દેખાવ નહિ પરંતુ તેના આંતરીક ગુણો જોવા જોઇએ.

મૌલિક સોની

વસંત ની શરુઆત ?

આજે સવારે ૭.૩૦ વાગે ઉઠયો. તૈયાર થઈ ને થોડુ મિલ્ક અન કોર્ન ફ્કેસ નો નાસ્તો કર્યો. પછી મારી હોન્ડા સિવિક ની ચાવી લઈને ઓફિસ જવા નિક્ળયો. ગયી કાલે ૪ ઇન્ચ સ્નો પડ્યા પછી આજે સવારે ખાસી ઠડી હતી.

ગાડી ઓફિસ ના પાર્કિગ લોટ મા પાર્ક કરી. ૩જા માળ માટે લિફ્ટ નુ બટન દાબ્યુ. ૧૧ વાગે કેનટિન મા થી ઍક્સ્પ્રેસ કોફી લીધી અને ….

” શું આજે વસન્ત નો પ્રથમ દિવસ છે ? અમેરિકન કેલેન્ડર પ્રમાણૈ આજ થી શિયાળો પુરો થયો અને વસન્ત શરુ થયો.બિચારા વ્રુક્ષો ઠડી મા ઠુઠ્વાયી ગયા હોય તેવા થઈ ગયા છે. પાન્દ્ડા વિના ના કેવા લાગે છે ? પણ હવે તેમને નવું રુપ મળશૅ. રોડ ની બેઉ બાજુ એ હવે નવી હરિયાળિ જોવા મળશે. નવી જ ફુટેલી કુપળો જોઇ ને મન ને કેટ્લો આનદં મળશે ! એવુ કેહેવાય છે કે, જ્યાં સુધી ધરતિ પર નવી કુપળો ફુટતી રહેશે ત્યાં સુધી ઇશ્વર આ ધરતિ ને રહેવા લાયક સમજે છે.”

 

« Newer Posts