Feeds:
Posts
Comments

નિશ્ફળતા

એક ખુબજ જાણીતી સત્ય ઘટનાઃ

જ્યારે તે પહેલી વખત ધંધા માં નિશ્ફળ ગયો ત્યારે તેની ઉંમર હતી ૨૧ વર્ષ. લેજીસ્લટીવ રેસ માં હાર ત્યારે ઉંમર ૨૨ વર્ષ. ફરીથી ધંધા માં નિશ્ફળ ગયો ત્યારે તેની ઉંમર હતી ૨૪ વર્ષ. તેની પ્રેમીકા નું મ્રુત્યુ થયું ત્યારે ઉમર વર્ષ ૨૬. માનસીક આઘાત ઉમર વર્ષ ૨૭. કોંગ્રેસ ની ચુંટણી માં હાર ઉમર ૩૪ વર્ષ. સેનેટ ની ચુંટણી માં હાર ઉમર ૪૫ વર્ષ. ઉપ રાસ્ટ્રપતી બનવા માં નિશ્ફળતા મળી ત્યારે તેની ઉમર હતી ૪૭ વર્ષ. ફરીથી સેનેટ ની ચુંટણી માં હાર ત્યારે ઉંમર ૪૯. અને જ્યારે તે અમેરીકા નાં રાષ્ટ્રપતી બન્યા ત્યારે તેમની ઉંમર હતી ૫૨ વર્ષ.

આ માણસ હતો – અબ્રાહમ લિંકન.

થોમસ એડીસન

એક દિવસ સાંજે આંશિક રીતે નબળો ચાર વર્ષ નો છોકરો સ્કુલે થી ઘરે આવ્યો.તેના ખિસ્સામાં શિક્ષકે મુકેલી એક ચિઠી હતી.તેમાં લખ્યું હતું – ” તમારો ટોમી ભણવામાં ખુબ પછાત છે. તે અમારી શાળામાં ભણવા ને લાયક નથી. તેને સ્કુલ માં થી ઉઠાડી લો.” તેની માતા એ આ ચિઠી વાંચી. અને જરા પણ વિચલીત થયા વગર તેનો જવાબ લખ્યો. “મારો ટોમી એટલો નાદાન નથી. તેને હું પોતે ભણાવીશ.”

આ “ટોમી” એટલે થોમસ એડીસન.થોમસ એડીસને માત્ર ત્રણ મહિના નું જ ફોર્મલ સ્કુલીંગ લીધું હતું.

થોમસ એડીસન ને લાઈટ બલ્બ ની શોધ કરતાં પહેલા ૧૦,૦૦૦ વખત નિશ્ફળતા મળી હતી.

Thomas Edison 

American Inventor 

1847 -1931 

 ”Hell, there are no rules here—we’re trying to accomplish something.”

જામનગર ના કવિ માસ્ટર રસિક – ગામડા અને શહેર વચ્ચેનો તફાવત તેમની વ્યંગદાર કવિતા દ્વારા આ રીતે સમજાવે છે -

ગામડા માં વસ્તી નાની હોય,
ઘેર ઘેર ક્ષાની હોય,
વહુ ને સાસુ ગમતા હોય,
ભેળા બેસી ને જમતા હોય.

ભુલ થાય તો નમતા હોય,
છોકરાં ખોળામાં રમતાં હોય,
એવી તો માં ની મમતા હોય.

શહેર માં વસ્તી મોટી હોય,
એમાંય દાનત ખોટી હોય,
ફિલમ ના બધે ફોટા હોય,
ધુવાડા ના ગોટેગોટા હોય.

ચારે બાજુ ગંદવાડ હોય,
ઘેર ઘેર મંદવાડ હોય,
ડોક્ટરો તાજા માજા હોય,
શું કામ ? તો ઇ દરદી ના રુપીયે રાજા હોય.

શેરી એ ગલીએ નાકા હોય,
રસ્તા એના કાચા હોય,
ઉપર છલ્લા જ પાકા હોય,
ત્યાં કોન્ટ્રાક્ટરો જ કાકા હોય.

રુપીયા ખાવાના ફાંકા હોય,
હરામ નું હદ કમાતા હોય,
પછી દવામાં પૈસા જાતા હોય.

આવો કેહ્તાં શરમાતા હોય,
આવજો કેહતાં હરખાતાં હોય,
ખવડાવવાનાં ચોર હોય,
ખાવાં માં સહું ની પોર હોય.

અને આવાં તો ચારે કોર હોય….

જણે રાજાનાં કુંવર હોય,
આમ તો મોટા સુવર હોય,
ઉચ્ચ કક્ષાએ ભણતાં હોય,
ગરીબ ને ગાંડા ગણતાં હોય.

મોટી મોટી કોલેજ હોય,
તોય નબળા નોલેજ હોય.

ઘેર ઘેર હાબુના બાંધા હોય,
વિજળી નાં જે દી વાંધા હોય,
નાવાનાં પછી વાંધા હોય.

પાણી પાણી  કરતાં હોય,
વારા પ્રમાણે ભરતા હોય,
અગ્ની ની જેમ ઝરતા હોય,
રોજ કજીયા કરતાં હોય.

ઘેર ઘેર નળ હોય,
તોય દમયંતી દુખી હોય.

દારુ વેચવા ફરતા હોય,
હપતાં એના ભરતા હોય,
કાયદા ની બંધી હોય,
ત્યાં સત્તાવાળા સબંધી હોય.

પકડવા માં શરમાતા હોય,
એવા એના નાતા હોય,
નક્કી સંસ્ક્રુતી ખુટી હોય,
તો જ એ દારુ ની છુટ્ટી હોય.

મોટા બંગલા વાળા હોય,
અને ઘરે લગભગ તાળા હોય,
ઓફિસે પટાવાળા હોય,
નાણાં એના કાળા હોય.

દેખાવે રુપાળા હોય,
સગપણ માં એક સાળા હોય,
અને એમાં ય ગોટાળા હોય

કવિ કલ્પના થી લખવા વાળા હોય,
બાકી સમજે છે રસિક – કે કાગડા બધેય કાળા હોય.

બાદશાહ અકબર ના દરબાર માં એક એક થી ચડિયાતા કવિવરો,બુધ્ધિશાળઈઓ હતા. એમાં ના એક કવિ ગંગ. એક વખત અકબરે દરબાર માં પ્રષ્ન કર્યો કે હે કવિવર મને જણાવો કે જિવન માં કેટલી વસ્તુઓ બુરી ? ત્યારે કવિ ગંગે નીચેની કવિતા દ્વવારા જવાબ આપ્યો -
બુરો પ્રિત કો પંથ,
બુરો જંગલ કો બાંસો,
નાર કો નેહ બુરો,
બુરો મુરખ કો આંસો ||

બુરી સમુકી સેવા,
બુરો ભગીની ઘર ભાઈ,
બુરી નાર કુલક્ષ,
બુરો સાસ ઘર જમાઈ ||

બુરો પેટ પંપાળ હે,
બુરો સરન મેં ભાદનો,
કવિ ગંગ કહે સુન હે શાહ અકબર,
સબસે બુરો હે માંગનો ||
 

જોન નામનો એક કઠીયારો હતો.જે લાકડા ની એક નાનકડી કંપની માં કામ કરતો હતો. સતત પાંચ વર્ષ કામ કરવા છતાં તેને ક્યારે ય યોગ્ય વળતર મળ્યુ ન હતું. થોડા સમય પહેલા કંપની એ બિલ ને નોકરી એ રાખ્યો. અને એક જ વર્ષ માં બિલ ને પગાર વધારો મળ્યો. તેથી જોન તેના મેનેજર પાસે ગયો અને તેને આ વિષે પુછ્યું. ત્યારે મનેજરે જવાબ આપ્યો “જોન, તું અત્યારે પણ એટલા જ ઝાડ કાપે છે જેટલા તું પાંચ વર્ષ પહેલા કાપતો હતો. આ કંપની પરિણામ લક્ષી છે. માટે અમે તને પણ ખુશી થી પગાર વધારો આપશું જો  તું વધારે ઝાડ કાપી ને લાવીશ”

જોન પાછો ચાલ્યો ગયો. હવે તે રોજ વધુ મહેનત કરવા લાગ્યો, લાંબા સમય સુધી તે સખત મહેનત કરતો. પરંતુ આ છતાં તે રોજ કરતાં વધુ ઝાડ કાપી શકતો નહિ.

તેથી જોન તેના માલિક પાસે ગયો પોતાની વ્યથા સંભળાવવા. માલિકે જોન ને કહ્યું કે તું બિલને જ આ માટે વાત કર.” કદાચ બિલ એવું કાંઇ જાણતો હોય જે તું નથી જાણતો.”

અંતે જોન બિલ પાસે ગયો. અને બિલ ને પુછ્યું ” તમે મારા કરતા વધારે ઝાડ કેવી રીતે કાપી શકો છો ? મારથી તો એ શક્ય જ નથી ” ત્યારે બિલે જવાબ આપ્યો “એક ઝાડ કાપ્યા પછી હું બે મીનીટ નો આરામ લઊં છું, અને તે સમય માં મારી કુહાડી ને ધારદાર કરૂં છૂં.”

બોલો, તમે છેલ્લે તમારી કુહાડી ક્યારે ધારદાર કરી હતી ?

સારાંશ – પાછલી સફળતાઓ અને ભણતર ના ભરોસા પર હંમેશા બેસી ન રહેવાય. વર્તમાન સાથે કદમ મેળવવા માટે સતત પ્રયત્નો એટલા જ જરુરી છે.

મૌલીક સોની

હિરા ની ખાણ

હાફિઝ નામ નો એક ખેડુત આફ્રિકા ના એક ગામ માં રહેતો હતો. તે ખુબજ સુખી અને સંતોષી હતો. તે સુખી હતો કારણ કે તે સંતોષી હતો.અને તે સંતોષી હતો કારણ કે તે સુખી હતો.

એક દિવસ એક ખુબ જ જ્ઞાની માણસ તેની પાસે આવ્યો. અને તેને હિરા-માણેક ની ભવ્યતાની વાતો કરી. જ્ઞાની માણસ  બોલ્યો " જો તારી પાસે તારા અંગુઠા જેટલો હિરો હોય તો તેના થી તું આ આખું ગામ ખરીદી શકે. અને જો તારી પાસે તેનાથી મોટો હિરો હોય તો તું તારું આખું રાજ્ય ખરીદી શકે " આટલું કહી ને તે જ્ઞાની માણસ  ત્યાં થી ચાલ્યો ગયો.

એ રાત્રે હાફિઝ ને ઉંઘ પણ ન આવી. તે જીવન માં પ્રથમ વાર ખુબજ દુખી થઈ ગયો. હિરા ની વાતો એ તેને બેબાકળો બનાવી દિધો.આથી તે ખુબજ અસંતોષી બની ગયો. હવે તે ખુબ જ દુખી હતો, કારણ કે તે અસંતોષી હતો.

બીજા જ દિવસે સવારે હાફિઝે પોતાનું ખેતર, ઘર અને બધી માલ-મિલ્કત વેચી નાખી. પોતાના પરીવાર ને એકલો મુકી તે હિરા ની શોધ માં નિકળી પડ્યો. તેને આખું આફ્રિકા ખુંદિ નાખ્યું. પણ તેને ક્યાંય એક પણ હિરો મળ્યો નહી પછી તે ત્યાં થી યુરોપ ગયો. પરંતુ તેને હિરા ની શોધ માં નિશ્ફળતા જ મળી.અંતે તે સ્પેન ગયો. અને ત્યાં પણ તેને કાંઈ ન મળ્યું. હવે હાફિઝ બધી રીતે પાયમાલ થઈ ગયો હતો. અને નિરાશ પણ. અને અંતે તેણે બાર્સોલોના નદી માં પડી ને આપઘાત કર્યો.

બીજી બાજૂ જે માણસે હાફિઝ નું ખેતર ખરીધ્યું હતું તે એક દિવસ ખેતર માં પાણી માટે પાળ બનાવતો હતો. ખેતર ની ધારે ધારે તે ખોદતા ખોદતા આગળ જતૉ હતો. અચાનક એક ઝાડી ને પાસે તેને કાંઇક ચમકાટ દેખાયો. તેથી તેને નજીક જઇને જોયું તો " સુરજ ના સોનેરી કિરણો તે ભવ્ય પથર પર પડી ને એક અનેરો ચમકાટ કરતા હતાં.તેને વિચાર કર્યો, જો તે આ ચમકિલા પથર ને પોતાના ઘરમાં મુકે તો તે ખુબજ શોભશે. આમ વિચારી તેણે તે પથર ને લઇ લીધો.

તે દિવસે બપોરે એજ જ્ઞાની માણસ  હાફિઝ ના ઘર પાસે થી પસાર થયો. અને તેણે આ ચમકીલા પથર ને જોયો. તેણે તરત જ પેલા માણસ ને પુછ્યું કે " શૂં હાફિઝ પાછો આવી ગયો?"
ત્યારે પેલા માણસે કયું " ના, તમે શા માટે પુછો છો?"
જ્ઞાની માણસે જવાબ આપ્યો, " કારણ કે પેલો પથર જે ચમકે છે તે તો હિરો છે !"
ત્યારે પેલા માણસે કયું " ના, આ તો એક પથર છે જે મને સવારે ખેતર ની પાળ પાસે થી મળ્યો છે. આવા તો ઘણા પથરો ત્યાં છે. આવો હું તમને બતાવું"

બન્ને જણા ખેતર માં ગયા, પછી, પેલા જ્ઞાની માણસે થોડા નમુના લીધા અને તેને વિશ્લેશણ માટે મોકલી આપ્યાં. અને અંતે તે હિરા નિકળ્યા. તેઓ ને ખબર પડી કે આખૂં  ખેતર એ તો હિરા ની ખાણ હતી..!
( સાભારઃ Russel Cornwell, Acers of Dimonds)

Deserve Vs. Reserve

હાલ માં જ ભારત સરકારે તેની નવી અનામત નિતી ની જાહેરાત કરી – જુન ૨૦૦૭ સુધી માં કેદ્રિય શિક્શ્ણીક સંસ્થાઓ માં ૨૭% અનામત ફરજીયાત કરવામાં આવશે.

ભારત ની અનામત નિતી વિશે વધુ વાત કરીએ તે પહેલા એક નાનકડી વાર્તા વાંચીએ.

"એક નાનકડા ગામ માં ખુબજ સુખી અને પૈસાદાર દંપતી રહેતુ હોય છે. ઘર માં બધું સુખ. પણ એક જ વાત ની કમી. બાળક ની.ખુબ માનતાઓ અને ઉપચાર પછી શેઠના ઘરે એક તંદુરસ્ત બાળક નો જન્મ થયો.

ઘણી માનતા ઓ પછી થયેલા બાળક પ્રત્યે શેઠ અને શેઠાણી ને ખુબ જ પ્રેમ. તેની ખુબજ સાર સંભાળ રાખે. કોઇ વાત ની કમી ના આવે તેનું ખુબજ ધ્યાન રાખે.

ધીમે ધીમે બાળક બોલતા, બેસતા અને ચાલતા શિખે છે.બાળક બરાબર ચાલતા શિખે તે માટે શેઠ તેના માટે વોકર લાવે છે. અને હવે તે બાળક ને વોકર માં જ  રાખે છે. થોડા સમય પછી બાળક બરાબર ચાલતા શિખી જાય છે. પરંતુ શેઠ અને શેઠાણી બાળક ને ખુબ પ્રેમ કરતા હોવાથી તેને વોકર વગર ચાલવા દેતા નથી.

સમય પસાર થાય છે. બાળક હવે મોટુ થતું જાય છે છતાં તે વોકર થી જ ચાલે છે. એક દિવસ શેઠ ના એક વિદ્વાન મિત્ર ઘરે આવે છે. તે શેઠ ના મોટી ઉંમર ના બાળક ને આમ વોકર થી ચાલતા જોઈ શેઠ ને પુછે છે – શેઠજી આપના પુત્રને કાંઈ ખોડ-ખાંપણ છે કે કાંઈ તકલીફ છે?
કે જેથી તે વોકર ની મદદથી ચાલે છે ? ત્યારે શેઠ જવાબ આપે છે , તકલીફ એને નથી, પણ આમને હજી સુધી વિશ્વાસ નથી કે તે વોકર વગર ચાલી શકશે કે નહિં. "

આ વાત એટલા માટે યાદ આવી કે આઝાદી પછી પછાત વર્ગો ના પુનરુથાન અને પ્રગતી માટે માત્ર ૧૦ વર્શ ની મુદત માટે અનામત નિતિ નો સ્વિકાર કરવામાં આવ્યો હતો. આજે આઝાદીના ૬૦ વર્શ પછી પણ રોજ નવા અનામત ના ખરડા પસાર કરવા પડે તે એમ સુચવે છે કે સરકાર હજી એમ જ સમજે છે કે અનામત નિતિ વગર પછાત વર્ગો ની પ્રગતી શક્ય નથી..!!!!

અનામત પ્રાથમિક કે માધ્યમિક શાળા માટે હોય તે વાત સમજી શકાય, પરંતુ ઉચ્તર શિક્શણ માં પ્રવેશ પધતિ મેરિટ આધારીત હોવી ખુબ જ જરુરી છે.

નેહા ત્રિપાઠી, જે મારી  મિત્ર છે, તેને હમણાં જ નવો ગુજરાતી બ્લોગ શરુ કર્યો છે. સ્નેહ સરવાણી પર નેહા એ ૪ નાની કવિતાઓ – ગઝલ પબ્લિશ કરી છે જે ખરેખર ખુબ જ સુંદર છે.

નેહા ને એમના આ પ્રયત્ન બદલ મારા ખુબ ખુબ અભિનંદન.

www.sneh.wordpress.com
મૌલિક સોની

હનુમાન જયંતી

Shri Hanumaan Ji

રામ ચંદ્ર ભગવાન ના પરમ ભક્ત હનુમાનજી ની આજે જયંતી છે.

काज किये बडे देवन के तुम,
विर महाप्रभ देखी बिचारो       ||

कोन सो संकट मोर गरीब को,
जो तुम सो नही जात है टारो ||

ફોટોગ્રાફ્સ

મિત્રો,

એક બીજા નો વધુ પરિચય મેળવવા ના હેતુ થી મારા ફોટોગ્રાફ્સ પોસ્ટ કરું છું. આ બધા ફોટોગ્રાફ્સ મારી ઓફિસ ના છે. ( ૧૯૭૦,વેસ્ટ બ્રોડ સ્ટ્રેટ,કોલંબસ, ઑહાયો, અમેરીકા) હાલ માં હું પબ્લિક સેફ્ટી ડિપાર્ટમેન્ટ માં IT Consultant તરીકે કામ કરું છું.

See the Complete Album click here

મૌલિક સોની

« Newer Posts - Older Posts »