મારા વિશે
Friday, February 3, 2006 by mauliksoni
ગુજરાતી ભાષા પ્રત્યેનો મારો પ્રેમ તો બાળપણ થી. મને યાદ છે, જ્યારે હું સ્કુલમાં ભણતો અને વેકેશન પડતુ ત્યારે સરકારી લાઈબ્રેરી માં થી ગુજરાતી વાર્તા ના પુસ્તકો ખુબ વાંચતો. પછી તો અમેરીકા આવવાનું થયું, અને મારો આ પ્રેમ બસ વધતો જ ગયો. આજે જ્યારે પણ હું ગુજરાતી વાંચુ કે લખુ છું ત્યારે ખુબજ રોમાંચ અનુભવું છું.
“મૌલિક રીપલ - પ્રતિદીપ્તી” દ્વારા મારા વિચારો મારી ભાષા માં વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. અને મારા આ પ્રયત્ન માં રીપલ - મારો પ્રેમ, મારી અર્ધાંગીની હમેશા મારી પ્રેરણા બની છે.
મારા આ નાનકડા પ્રયત્ન માં આપનો અભિપ્રાય આપી મારી સફળતા માં ભાગીદાર બનશો, બસ એ જ અપેક્ષા સહ –