મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી
Wednesday, November 28, 2007 by mauliksoni
57 વર્ષિય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે રૂ. 40 લાખની સંપત્તી છે અને તેમની પાસે પોતાની કોઈ કાર નથી. તેમની સામે અત્યાર સુધીમાં કોઈ પણ કેસ નોંધાયેલો નથી. મોદીએ ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલા સોગંધનામામાં આ વિગતો આપવામાં આવી છે.
મોદીએ આજે મણિનગર વિધાનસભાની બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે સોગંધનામામાં જણાવ્યું હતું કે તેઓ અમદાવાદમાં રાણીપ વિસ્તારના છે અને તેમની પાસે કોઈ ખેતીલાયક કે કોમર્શિયલ જમીન નથી. જો કે તેમની પાસે ગાંધીનગરના સેક્ટર વન વિસ્તારમાં પોતાનું મકાન છે, કે જે 326.22 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તે રૂ.1.30 લાખમાં ખરીદવામાં આવ્યું હતું અને હાલમાં બજારમાં તેની કિંમત અંદાજે રૂ. 30 લાખ છે.
મુખ્યમંત્રીએ જાહેર કર્યુ હતું કે તેમની પાસે પોતાનું કોઈ વાહન નથી પરંતુ એસબીઆઈની ગાંધીનગર સચિવાલય શાખામાં બેંક ડિપોઝીટમાં તેમના રૂ. આઠ લાખ છે. મોદીએ જાહેર કર્યું હતું કે તેમની પાસે રોકડ રકમ રૂ.11,200 છે અને રૂ. 50,000ના મુલ્યની ત્રણ સોનાની વીંટી છે.
મોદીએ જાહેર કર્યુ છે કે તેમણે બોન્ડ,કોઈ પણ જાતની કંપનીના શેર કે ડિબેન્ટરમાં રોકાણ કર્યુ નથી. તેમણે બેંક લોન પણ લીધી નથી. જો કે તેમણે નેશનલ સેવિંગ સર્ટીફિકેટમાં રૂ.3.39 લાખનું રોકાણ કર્યુ છે.
મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેમની વિરુધ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી અને તેમણે વર્ષ 2007-08 સુધી આવક વેરા રીટર્ન ભર્યુ છે.
હમમ. દિવ્યભાસ્કરનાં સમાચાર..
MAULIK..VISITED YOUR SITE FIRST TIME..ALL THE BEST.
ENJOYED TO READ ABOUT MODI & I AM SO HAPPY THAT HE WAS RE ELECTED…I HOPE HE DO MORE FOR GUJARSAT…
I have a website CHANDRAPUKAR..You are invited to visit & post your COMMENTS Visitat http://www.chandrpukar.wordpress.com …
DR. CHANDRAVADAN MISTRY Lancaster Ca
Nice blog, especially refreshing to see content that appeals to the Gujarati audience. I would like to introduce you to a quick and easy method of typing Gujarati on the Web.
You can try it live on our website, in Gujarati!
http://www.lipikaar.com
Download Lipikaar FREE for using it with your Blog.
No learning required. Start typing complicated words a just a few seconds.
> No keyboard stickers, no pop-up windows.
> No clumsy key strokes, no struggling with English spellings.
Supports 14 other languages!