મુંમ્બઈ કેવું છે…
Tuesday, April 10, 2007 by mauliksoni
કવિ ગોવિંદજી કહે છે, કે મુંમ્બઈ કેવું છે તો -
મુંમ્બઈ ની મોજ માણનાર ની મજા તો જુઓ,
કેટલાક દિવાના ની જેમ અથડાય છે,
નાણા માટે દોડાદોડ,
કરે મોટી માથાફોડ,
રાતે ન ઉંઘે પુરું,
પેટ માં ન ખાય છે,
ઘોડાગાડી,બસ, ટ્રામ,ટ્રેન,
માં ન માય લોકો,
દવાખાના દેવ જેવા
ભરેલા દેખાય છે,
બસસ્ટેન્ડ,સ્ટેશન કે રેશન
ના હાટ પર,
સિનેમા ની બારી
પર કતારો જણાય છે,
ટેક્સી, ટુરીંગ બસ,
ખટારા નો પાર નહી,
ચોમાહા ના જીવડાની
જેમ ઉભરાય છે,
હાલવામાં હાડમારી,
બોલવામાં હાઠ્મારી.
સારી ને નઠારી ભાષા
બન્ને વપરાય છે,
સમી સાંજે ચોપાટી કે
પાલવાનાં બંદર પર,
મહેરામણ માનવીઓનો
નજરે જણાય છે,
દેવ-ન્રતીકાઓ જેવા લાગે છે,
નારી ના તન,
શરીરે સહોરે હીણા ફિક્કા
વરતાય છે,
પંખીડા ના માળા જેવા
પરાઓ ની ઓરડીઓ માં,
ખીચોખીચ માનવીથી
ભરેલી જણાય છે,
રંગ થી રસેલા ઓલા રસોડા
ની બાજુ માં જ,
માથુ ફાટી જાય એવી
ગટરો ગંધાય છે,
સીપી,મદ્રાસી,
બંગાળી કે ગુજરાતી,
સીંધી,મારવાડી અને
કામઠી ઘાણાય છે,
પારસી ને અંગ્રેજી,
ચીની, જાપાની ના જુથ,
બહુરંગી ફાલ જાત
નો જણાય છે,
આઠ દાડે રવિવારે
રજાનો દિવસ આવે,
મુમ્બઈ ના માનવીઓ
ને પરબ મનાય છે,
બસ, ટ્રામ,ટ્રેન માં
ચડતા કે ઉતરતા,
ખિસાકાતરુ ઓ ના હાથે
ખિસ્સા કતરાય છે,
ક્રિકેટ ને ફુટબોલ ખેલે
ખેલાડીઓ ઘાણા,
ક્યાંક ક્યાંક છાના છપના
જુગારો રમાય છે,
સોના,ચાંદી સુટર ને સટ્ટામાં,
રોજેરોજ હજારો ની હારજીત થાય છે,
હાઈસ્કુલ,કોલેજો ને
નાની મોટી શાળાઓ માં,
છોકરા અને છોકરીઓ
ગણ્યા ન ગણાય છે,
ગરીબ કે શ્રીમંત ના છોકરા,
ઉભી વાટે ઉઘાડા સડેલા
ભેળ-પુરી ખાય છે,
કોઈ જમે માલ-પાણી,
કોઈ એઠાજુઠા જમે,
કેટલાક ભીખારીઓ
બેઠા બેઠા હવા ખાય છે,
માથાના ભાગેડુ,
સીધ, સન્યાસી ને સાધુબાવા,
મુમ્બઈ મા આવી
માયાજાળ માં ફસાય છે,
રેડીયાની રાડારાડ,
ક્યાંક ક્યાંક ગાળાગાળ,
ક્યાંક ક્યાંક મારામારી
જામતી જણાય છે,
અનીતી ને અત્યાચાર,
ચોરી લુંટ, વ્યભીચાર,
એક્સીડન્ટ, આપઘાત, ખુન,
ઘણાય થાય છે,
કતલખાના માં રોજેરોજ,
જિવતા જીવો ના દેહ,
માનવી ને માટે જ્યાં
અસંખ્ય કપાય છે,
ક્યાંક ક્યાંક રુદન ને
ક્યાંક ક્યાંક હાસ્યવાણી,
ક્યાંક ક્યાંક આલાપ થી
સંગીત સંભળાય છે,
ઈષ્ટ નિષ્ટ પાંડુંરંગી
સ્વાધ્યાય પ્રવ્રુત્તી ચાલે,
ક્યાંક ક્યાંક આસુરી
વાદ વરતાય છે,
સ્વર્ગ અને નર્ક મુમ્બઈ
માં જોઈ લેજો,
અજબ ગજબ ગીત ,
કવી ગોવિંદજી ગાય છે…..
ફોન્ટ બહુ જ નાના છે. વાંચવામાં બહુ તકલીફ પડે છે.
મુંમ્બઈ ??
મારા ખ્યાલ મુજબ સાચો શબ્દ ‘મુંબઈ’ છે…
ekdam sachi vaat che
Very nice. Enjoyed “Mumbai”.
How about singing this (or have someone sing)
with RAP music and making a musical version available ? (asking too much !)
“aabhar”
સરસ…
શું કહુ મુંબઈ વિષે, ૧ વર્ષ થઈ ગયું મને અહિં આવીને અને અવીજ કઈ જીંદગી જોવાય ગઈ.
સાચી વાત્, સ્વર્ગ અને નર્ક મુંબઈ માં જોઈ લેજો…