કુહાડી ની ધાર
Saturday, July 1, 2006 by mauliksoni
જોન નામનો એક કઠીયારો હતો.જે લાકડા ની એક નાનકડી કંપની માં કામ કરતો હતો. સતત પાંચ વર્ષ કામ કરવા છતાં તેને ક્યારે ય યોગ્ય વળતર મળ્યુ ન હતું. થોડા સમય પહેલા કંપની એ બિલ ને નોકરી એ રાખ્યો. અને એક જ વર્ષ માં બિલ ને પગાર વધારો મળ્યો. તેથી જોન તેના મેનેજર પાસે ગયો અને તેને આ વિષે પુછ્યું. ત્યારે મનેજરે જવાબ આપ્યો “જોન, તું અત્યારે પણ એટલા જ ઝાડ કાપે છે જેટલા તું પાંચ વર્ષ પહેલા કાપતો હતો. આ કંપની પરિણામ લક્ષી છે. માટે અમે તને પણ ખુશી થી પગાર વધારો આપશું જો તું વધારે ઝાડ કાપી ને લાવીશ”
જોન પાછો ચાલ્યો ગયો. હવે તે રોજ વધુ મહેનત કરવા લાગ્યો, લાંબા સમય સુધી તે સખત મહેનત કરતો. પરંતુ આ છતાં તે રોજ કરતાં વધુ ઝાડ કાપી શકતો નહિ.
તેથી જોન તેના માલિક પાસે ગયો પોતાની વ્યથા સંભળાવવા. માલિકે જોન ને કહ્યું કે તું બિલને જ આ માટે વાત કર.” કદાચ બિલ એવું કાંઇ જાણતો હોય જે તું નથી જાણતો.”
અંતે જોન બિલ પાસે ગયો. અને બિલ ને પુછ્યું ” તમે મારા કરતા વધારે ઝાડ કેવી રીતે કાપી શકો છો ? મારથી તો એ શક્ય જ નથી ” ત્યારે બિલે જવાબ આપ્યો “એક ઝાડ કાપ્યા પછી હું બે મીનીટ નો આરામ લઊં છું, અને તે સમય માં મારી કુહાડી ને ધારદાર કરૂં છૂં.”
બોલો, તમે છેલ્લે તમારી કુહાડી ક્યારે ધારદાર કરી હતી ?
સારાંશ - પાછલી સફળતાઓ અને ભણતર ના ભરોસા પર હંમેશા બેસી ન રહેવાય. વર્તમાન સાથે કદમ મેળવવા માટે સતત પ્રયત્નો એટલા જ જરુરી છે.
Agree Boss !!!!!!!!
આપની કુહાડીની ધાર ઘણી જ ધારદાર પ્રેરણા આપે છે!
ઉર્મિ સાગર
http://www.urmi.wordpress.com
Nice story.
Thanks…
સમય અને સંજોગ અનુસાર પરિવર્તન જરૂરી છે.