હિરા ની ખાણ
Thursday, June 8, 2006 by mauliksoni
હાફિઝ નામ નો એક ખેડુત આફ્રિકા ના એક ગામ માં રહેતો હતો. તે ખુબજ સુખી અને સંતોષી હતો. તે સુખી હતો કારણ કે તે સંતોષી હતો.અને તે સંતોષી હતો કારણ કે તે સુખી હતો.
એક દિવસ એક ખુબ જ જ્ઞાની માણસ તેની પાસે આવ્યો. અને તેને હિરા-માણેક ની ભવ્યતાની વાતો કરી. જ્ઞાની માણસ બોલ્યો " જો તારી પાસે તારા અંગુઠા જેટલો હિરો હોય તો તેના થી તું આ આખું ગામ ખરીદી શકે. અને જો તારી પાસે તેનાથી મોટો હિરો હોય તો તું તારું આખું રાજ્ય ખરીદી શકે " આટલું કહી ને તે જ્ઞાની માણસ ત્યાં થી ચાલ્યો ગયો.
એ રાત્રે હાફિઝ ને ઉંઘ પણ ન આવી. તે જીવન માં પ્રથમ વાર ખુબજ દુખી થઈ ગયો. હિરા ની વાતો એ તેને બેબાકળો બનાવી દિધો.આથી તે ખુબજ અસંતોષી બની ગયો. હવે તે ખુબ જ દુખી હતો, કારણ કે તે અસંતોષી હતો.
બીજા જ દિવસે સવારે હાફિઝે પોતાનું ખેતર, ઘર અને બધી માલ-મિલ્કત વેચી નાખી. પોતાના પરીવાર ને એકલો મુકી તે હિરા ની શોધ માં નિકળી પડ્યો. તેને આખું આફ્રિકા ખુંદિ નાખ્યું. પણ તેને ક્યાંય એક પણ હિરો મળ્યો નહી પછી તે ત્યાં થી યુરોપ ગયો. પરંતુ તેને હિરા ની શોધ માં નિશ્ફળતા જ મળી.અંતે તે સ્પેન ગયો. અને ત્યાં પણ તેને કાંઈ ન મળ્યું. હવે હાફિઝ બધી રીતે પાયમાલ થઈ ગયો હતો. અને નિરાશ પણ. અને અંતે તેણે બાર્સોલોના નદી માં પડી ને આપઘાત કર્યો.
બીજી બાજૂ જે માણસે હાફિઝ નું ખેતર ખરીધ્યું હતું તે એક દિવસ ખેતર માં પાણી માટે પાળ બનાવતો હતો. ખેતર ની ધારે ધારે તે ખોદતા ખોદતા આગળ જતૉ હતો. અચાનક એક ઝાડી ને પાસે તેને કાંઇક ચમકાટ દેખાયો. તેથી તેને નજીક જઇને જોયું તો " સુરજ ના સોનેરી કિરણો તે ભવ્ય પથર પર પડી ને એક અનેરો ચમકાટ કરતા હતાં.તેને વિચાર કર્યો, જો તે આ ચમકિલા પથર ને પોતાના ઘરમાં મુકે તો તે ખુબજ શોભશે. આમ વિચારી તેણે તે પથર ને લઇ લીધો.
તે દિવસે બપોરે એજ જ્ઞાની માણસ હાફિઝ ના ઘર પાસે થી પસાર થયો. અને તેણે આ ચમકીલા પથર ને જોયો. તેણે તરત જ પેલા માણસ ને પુછ્યું કે " શૂં હાફિઝ પાછો આવી ગયો?"
ત્યારે પેલા માણસે કયું " ના, તમે શા માટે પુછો છો?"
જ્ઞાની માણસે જવાબ આપ્યો, " કારણ કે પેલો પથર જે ચમકે છે તે તો હિરો છે !"
ત્યારે પેલા માણસે કયું " ના, આ તો એક પથર છે જે મને સવારે ખેતર ની પાળ પાસે થી મળ્યો છે. આવા તો ઘણા પથરો ત્યાં છે. આવો હું તમને બતાવું"
બન્ને જણા ખેતર માં ગયા, પછી, પેલા જ્ઞાની માણસે થોડા નમુના લીધા અને તેને વિશ્લેશણ માટે મોકલી આપ્યાં. અને અંતે તે હિરા નિકળ્યા. તેઓ ને ખબર પડી કે આખૂં ખેતર એ તો હિરા ની ખાણ હતી..!
( સાભારઃ Russel Cornwell, Acers of Dimonds)
એક વાર્તા સાંભળી હતી જેનો અંત આવો હતો :-
સુખ સંપત દાતા ઘેર બેઠાં પાવે…………..જબ કિસ્મત કિરપા કરે ,તબ ખડી ખડી કાન હલાવે !
“કેડમાં છોકરું ને શોધે આખું ગામ”, તેમ માણસ પોતાની અંદર રહેલા સુખને બહારની દુનિયામાં શોધવામાં આખું જીવન વિતાવી દે છે..
કાશ, મૌલિક આ આપણા જીવનમાં સરળતાથી ઉતારી શકાતા હોય તો..?
THE KEY IS INSIDE YOU TO OPEN YOUR MIND.