Deserve Vs. Reserve
Thursday, May 25, 2006 by mauliksoni
હાલ માં જ ભારત સરકારે તેની નવી અનામત નિતી ની જાહેરાત કરી - જુન ૨૦૦૭ સુધી માં કેદ્રિય શિક્શ્ણીક સંસ્થાઓ માં ૨૭% અનામત ફરજીયાત કરવામાં આવશે.
ભારત ની અનામત નિતી વિશે વધુ વાત કરીએ તે પહેલા એક નાનકડી વાર્તા વાંચીએ.
"એક નાનકડા ગામ માં ખુબજ સુખી અને પૈસાદાર દંપતી રહેતુ હોય છે. ઘર માં બધું સુખ. પણ એક જ વાત ની કમી. બાળક ની.ખુબ માનતાઓ અને ઉપચાર પછી શેઠના ઘરે એક તંદુરસ્ત બાળક નો જન્મ થયો.
ઘણી માનતા ઓ પછી થયેલા બાળક પ્રત્યે શેઠ અને શેઠાણી ને ખુબ જ પ્રેમ. તેની ખુબજ સાર સંભાળ રાખે. કોઇ વાત ની કમી ના આવે તેનું ખુબજ ધ્યાન રાખે.
ધીમે ધીમે બાળક બોલતા, બેસતા અને ચાલતા શિખે છે.બાળક બરાબર ચાલતા શિખે તે માટે શેઠ તેના માટે વોકર લાવે છે. અને હવે તે બાળક ને વોકર માં જ રાખે છે. થોડા સમય પછી બાળક બરાબર ચાલતા શિખી જાય છે. પરંતુ શેઠ અને શેઠાણી બાળક ને ખુબ પ્રેમ કરતા હોવાથી તેને વોકર વગર ચાલવા દેતા નથી.
સમય પસાર થાય છે. બાળક હવે મોટુ થતું જાય છે છતાં તે વોકર થી જ ચાલે છે. એક દિવસ શેઠ ના એક વિદ્વાન મિત્ર ઘરે આવે છે. તે શેઠ ના મોટી ઉંમર ના બાળક ને આમ વોકર થી ચાલતા જોઈ શેઠ ને પુછે છે - શેઠજી આપના પુત્રને કાંઈ ખોડ-ખાંપણ છે કે કાંઈ તકલીફ છે?
કે જેથી તે વોકર ની મદદથી ચાલે છે ? ત્યારે શેઠ જવાબ આપે છે , તકલીફ એને નથી, પણ આમને હજી સુધી વિશ્વાસ નથી કે તે વોકર વગર ચાલી શકશે કે નહિં. "
આ વાત એટલા માટે યાદ આવી કે આઝાદી પછી પછાત વર્ગો ના પુનરુથાન અને પ્રગતી માટે માત્ર ૧૦ વર્શ ની મુદત માટે અનામત નિતિ નો સ્વિકાર કરવામાં આવ્યો હતો. આજે આઝાદીના ૬૦ વર્શ પછી પણ રોજ નવા અનામત ના ખરડા પસાર કરવા પડે તે એમ સુચવે છે કે સરકાર હજી એમ જ સમજે છે કે અનામત નિતિ વગર પછાત વર્ગો ની પ્રગતી શક્ય નથી..!!!!
અનામત પ્રાથમિક કે માધ્યમિક શાળા માટે હોય તે વાત સમજી શકાય, પરંતુ ઉચ્તર શિક્શણ માં પ્રવેશ પધતિ મેરિટ આધારીત હોવી ખુબ જ જરુરી છે.
ખરેખર સુંદર અને બરાબર લાગુ પડે તેવી વાત છે. પણ સત્ય હકીકત એ છે કે, જેને ખરેખર મદદની જરુર છે તે નીચલો વર્ગ તો હજુ જ્યાં હતો ત્યાં જ છે. ઊલટું મોંઘવારીએ તેમની કમ્મર તોડી નાખી છે.
અને જેઓએ અનામતનો લાભ આ પચાસ વર્ષમાં લીધો છે તેઓ વધુ ઊપર જવા સિવાય પોતાના પાછળ રહી ગયેલા બાંધવો માટે કશું કરતા હોય તેમ મને લાગતું નથી.
એક દમ સાચી વાત , સરકાર આજે વિકાસ ને બદલે મતબેંક તરફ વધુ ધ્યાન આપે છે.
એકદમ સરસ અને ૧૦૦% સાચી વાત.. પછાત સમાજને અનામત આપવાથી કંઇ ફરક પડેલ લાગતો નથી. મને યાદ છે, મારા ક્લાસમાં જેટલા છોકરા-છોકરીઓએ, અનામતની સીટ પર એડમિશન લીધેલું, તેમાનું કોઇ પાસ થઇ ન શક્યું, અને મોટાભાગનાં અધવચ્ચેથી છોડી ગયા..