ડેવિડ અને ઘોલિઆથ (Goliath)
Thursday, March 30, 2006 by mauliksoni
ઘણા વર્ષો પહેલા ની વાત છે. ઘોલિઆથ નામનો રાક્ષસ માણસો ઉપર અસહય ત્રાસ ગુજારતો હતો. બધા ગામવાસીઓ તેના થી ખુબ ડરતા. એક દિવસ, ૧૭ વર્ષ નો નાનો છોકરો તેના ભાઈ ને મળવા એ ગામ માં આવ્યો. એક સાંજે તેને તેના ભાઈ ને પુછયું - "તમે બધા શા માટે એક થઈને ઘોલિઆથ નો સામનો નથી કરતા ? " તેના ભાઈ એ ગભરાઈ ને જવાબ આપ્યો તું જોતો નથી કે તે કેટલો વિકરાળ છે. આપણા વાર ની તેના પર કંઈ અસર થાય એવી નથી. ત્યારે ડેવિડે જવાબ આપ્યો. ઘોલિઆથ એટલો વિકરાળ નથી કે આપણે તેને મારી ના શકીએ, પણ તે એટલો વિકરાળ જરુર છે કે આપણે તેને મારીએ તો તે બચી ના શકે !
પછી શું થયું તે તો બધા જાણે જ છે. ડેવિડે એ વિકરાળ રાક્ષસ ને પોતાની ગોફણ વડે પથર મારી ને તેને મારી નાખ્યો.
સારાંશ- આપત્તિઓ, દુઃખ , તકલિફો પણ આ ઘોલિઆથ ના જેવી જ હોય છે, દેખાવ માં વિકરાળ, પણ જો તમે તેનો હિંમત થી સામનો કરો તો તેનો જરુર થી અંત આવે છે.
મૌલિક સોની
સરસ.
હંમેશા આ વાત યાદ રહેતી હોય તો કેટલું સારુ!
Nice site. dear maulikbhai, if possible, please include my site link in your blog.
thank you
http://www.readgujarati.com
100 % vaat sachi, jenu desh hoy ej aa vaat samji shake, baki to city ni to vaat em ke: BADE LOG, BADI BAATE