એક માણસ હતો, જે મેળા માં ફુગ્ગા વેચી પોતનું ગુજરાન ચલાવતો હતો. તેની પાસે વિવિધ રંગ ના ફુગ્ગા હતા – લાલ,વાદળિ,લીલા,પીળા. જયારે ધંધો મંદ પડતો ત્યારે તે હિલિયમ ગેસ ભરેલા ફુગ્ગા આકાશ માં છોડતો. જ્યારે બાળકો ફુગ્ગા ને આકાશ માં ઉડતા જોતા ત્યારે તેઓ ફુગ્ગા લેવા ની જિદ કરતા. આથી ફુગ્ગાવાળા નુ વેચાણ ફરી વધી જતું. આખો દિવસ જ્યારે ધંધો મંદ પડતો ત્યારે તે આવું કરતો.એક દિવસ ફુગ્ગાવાળા ને લાગયુ કે કોઇ તેનુ ખમિસ ખેંચી રહ્યુ હતું.તેથી તેણે પાછળ વળી જોયું ત્યારે નાના બાળકે તેને પુછ્યું, ” જો તમે કાળો ફુગ્ગો છોડો તો શું તે પણ આકાશ માં ઉડશે ? ” ત્યારે ફુગ્ગાવાળા એ પ્રેમ થી જવાબ આપ્યો. ” બેટા, ફુગ્ગા નો રંગ નહિ પણ તેની અંદર નો વાયુ તેને ઉડવાની ક્ષમતા આપે છે.”
સારાંશ – માણસ નો બાહ્ય દેખાવ નહિ પરંતુ તેના આંતરીક ગુણો જોવા જોઇએ.
મૌલિક સોની
સરસ મૌલિક ભાઇ, ઘણો પ્રેરક પ્રસંગ છે..
હું દાદાજી છું. આ વાર્તાઓ મારા પૌત્રોને કહેવા ઘણી ખપમાં લાગશે.
હું Teacher છું. આ વાર્તાઓ મારા student ને કહેવા ઘણી ખપમાં લાગશે