Mustafa Mustafa…In Hindi
Posted in પ્રેરણા-પ્રસંગો | 1 Comment »
Ripal Soni Kings Island Cincinnati Edited
Ripal Soni Kings Island Cincinnati Edited
Posted in પ્રેરણા-પ્રસંગો | 1 Comment »
Mahabharat Questions Asked to Yudhisthir
Posted in General | Leave a Comment »
57 વર્ષિય ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પાસે રૂ. 40 લાખની સંપત્તી છે અને તેમની પાસે પોતાની કોઈ કાર નથી. તેમની સામે અત્યાર સુધીમાં કોઈ પણ કેસ નોંધાયેલો નથી. મોદીએ ચૂંટણી પંચ સમક્ષ દાખલ કરેલા સોગંધનામામાં આ વિગતો આપવામાં આવી છે.
મોદીએ આજે મણિનગર વિધાનસભાની બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમણે સોગંધનામામાં જણાવ્યું હતું કે તેઓ અમદાવાદમાં રાણીપ વિસ્તારના છે અને તેમની પાસે કોઈ ખેતીલાયક કે કોમર્શિયલ જમીન નથી. જો કે તેમની પાસે ગાંધીનગરના સેક્ટર વન વિસ્તારમાં પોતાનું મકાન છે, કે જે 326.22 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. તે રૂ.1.30 લાખમાં ખરીદવામાં આવ્યું હતું અને હાલમાં બજારમાં તેની કિંમત અંદાજે રૂ. 30 લાખ છે.
મુખ્યમંત્રીએ જાહેર કર્યુ હતું કે તેમની પાસે પોતાનું કોઈ વાહન નથી પરંતુ એસબીઆઈની ગાંધીનગર સચિવાલય શાખામાં બેંક ડિપોઝીટમાં તેમના રૂ. આઠ લાખ છે. મોદીએ જાહેર કર્યું હતું કે તેમની પાસે રોકડ રકમ રૂ.11,200 છે અને રૂ. 50,000ના મુલ્યની ત્રણ સોનાની વીંટી છે.
મોદીએ જાહેર કર્યુ છે કે તેમણે બોન્ડ,કોઈ પણ જાતની કંપનીના શેર કે ડિબેન્ટરમાં રોકાણ કર્યુ નથી. તેમણે બેંક લોન પણ લીધી નથી. જો કે તેમણે નેશનલ સેવિંગ સર્ટીફિકેટમાં રૂ.3.39 લાખનું રોકાણ કર્યુ છે.
મોદીએ ગુજરાત યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે તેમની વિરુધ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી અને તેમણે વર્ષ 2007-08 સુધી આવક વેરા રીટર્ન ભર્યુ છે.
Posted in General | 17 Comments »
કોને ખબર કે કેવો ખુલાસો મળ્યો હશે,
કિંન્તુ એ નક્કી છે કે દિલાસો મળ્યો હશે,
નહીં તો આ દોડતું હરણ ઉભુ રહે નઈ,
મ્રુગજળ તરફથી નક્કી જાસો મળ્યો હશે.
Posted in General | 4 Comments »
એક રશીયન કહેવત -
“Doveryai, no Proveryai”
Trust, but Verify
સમાન ગુજરાતી કહેવત -
ચેતતા નર સદા સુખી.
Posted in सुवाक्यो | Leave a Comment »
કવિ ગોવિંદજી કહે છે, કે મુંમ્બઈ કેવું છે તો -
મુંમ્બઈ ની મોજ માણનાર ની મજા તો જુઓ,
કેટલાક દિવાના ની જેમ અથડાય છે,
નાણા માટે દોડાદોડ,
કરે મોટી માથાફોડ,
રાતે ન ઉંઘે પુરું,
પેટ માં ન ખાય છે,
ઘોડાગાડી,બસ, ટ્રામ,ટ્રેન,
માં ન માય લોકો,
દવાખાના દેવ જેવા
ભરેલા દેખાય છે,
બસસ્ટેન્ડ,સ્ટેશન કે રેશન
ના હાટ પર,
સિનેમા ની બારી
પર કતારો જણાય છે,
ટેક્સી, ટુરીંગ બસ,
ખટારા નો પાર નહી,
ચોમાહા ના જીવડાની
જેમ ઉભરાય છે,
હાલવામાં હાડમારી,
બોલવામાં હાઠ્મારી.
સારી ને નઠારી ભાષા
બન્ને વપરાય છે,
સમી સાંજે ચોપાટી કે
પાલવાનાં બંદર પર,
મહેરામણ માનવીઓનો
નજરે જણાય છે,
દેવ-ન્રતીકાઓ જેવા લાગે છે,
નારી ના તન,
શરીરે સહોરે હીણા ફિક્કા
વરતાય છે,
પંખીડા ના માળા જેવા
પરાઓ ની ઓરડીઓ માં,
ખીચોખીચ માનવીથી
ભરેલી જણાય છે,
રંગ થી રસેલા ઓલા રસોડા
ની બાજુ માં જ,
માથુ ફાટી જાય એવી
ગટરો ગંધાય છે,
સીપી,મદ્રાસી,
બંગાળી કે ગુજરાતી,
સીંધી,મારવાડી અને
કામઠી ઘાણાય છે,
પારસી ને અંગ્રેજી,
ચીની, જાપાની ના જુથ,
બહુરંગી ફાલ જાત
નો જણાય છે,
આઠ દાડે રવિવારે
રજાનો દિવસ આવે,
મુમ્બઈ ના માનવીઓ
ને પરબ મનાય છે,
બસ, ટ્રામ,ટ્રેન માં
ચડતા કે ઉતરતા,
ખિસાકાતરુ ઓ ના હાથે
ખિસ્સા કતરાય છે,
ક્રિકેટ ને ફુટબોલ ખેલે
ખેલાડીઓ ઘાણા,
ક્યાંક ક્યાંક છાના છપના
જુગારો રમાય છે,
સોના,ચાંદી સુટર ને સટ્ટામાં,
રોજેરોજ હજારો ની હારજીત થાય છે,
હાઈસ્કુલ,કોલેજો ને
નાની મોટી શાળાઓ માં,
છોકરા અને છોકરીઓ
ગણ્યા ન ગણાય છે,
ગરીબ કે શ્રીમંત ના છોકરા,
ઉભી વાટે ઉઘાડા સડેલા
ભેળ-પુરી ખાય છે,
કોઈ જમે માલ-પાણી,
કોઈ એઠાજુઠા જમે,
કેટલાક ભીખારીઓ
બેઠા બેઠા હવા ખાય છે,
માથાના ભાગેડુ,
સીધ, સન્યાસી ને સાધુબાવા,
મુમ્બઈ મા આવી
માયાજાળ માં ફસાય છે,
રેડીયાની રાડારાડ,
ક્યાંક ક્યાંક ગાળાગાળ,
ક્યાંક ક્યાંક મારામારી
જામતી જણાય છે,
અનીતી ને અત્યાચાર,
ચોરી લુંટ, વ્યભીચાર,
એક્સીડન્ટ, આપઘાત, ખુન,
ઘણાય થાય છે,
કતલખાના માં રોજેરોજ,
જિવતા જીવો ના દેહ,
માનવી ને માટે જ્યાં
અસંખ્ય કપાય છે,
ક્યાંક ક્યાંક રુદન ને
ક્યાંક ક્યાંક હાસ્યવાણી,
ક્યાંક ક્યાંક આલાપ થી
સંગીત સંભળાય છે,
ઈષ્ટ નિષ્ટ પાંડુંરંગી
સ્વાધ્યાય પ્રવ્રુત્તી ચાલે,
ક્યાંક ક્યાંક આસુરી
વાદ વરતાય છે,
સ્વર્ગ અને નર્ક મુમ્બઈ
માં જોઈ લેજો,
અજબ ગજબ ગીત ,
કવી ગોવિંદજી ગાય છે…..
Posted in General | 6 Comments »
મિત્રો,
સનેડો (Sanedo) વિશે તો આપ સહુ જાણતા જ હશો. સનેડો(Sanedo) એ ગુજરાતી લોકગીત નો એક પ્રકાર છે. દુર્ભગ્યવશ ઈન્ટરનેટ પર તેના વિશે કોઈ વધુ આધારભુત માહીતી ઉપલભ્ધ નથી.
મારી આપને વિનંતી છે કે જો આપની પાસે સનેડો(Sanedo) વિશે વધુ માહીતી હોય તો મને મોકલી આપશો.
આ સાથે સનેડો ની ૨ mp ફાઈલ પોસ્ટ કરું છું. તો ચાલો આપણા ગુજરાતી લોકગીત ને વધુ માં વધુ લોકો પાસે પહોંચાડીએ.
wma file upload supported by http://www.putfile.com
Posted in General | 3 Comments »
ગુલાબ મુખ કદિ, શબનમ થકી ધોતી હતી જ્યારે,
પરોવી આંખ માં આંખો,મને જોતી હતી જ્યારે,
જતી વેળા, તું મારા ભાન ને ખોતી હતી જ્યારે,
મને ભુલી જવાના, એમ કહી રોતી હતી જ્યારે….
Posted in General | 5 Comments »
